મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનાં ધર્મ કમલેશભાઈ લોરિયાએ 120માંથી 110 માર્ક મેળવી મોરબી જીલ્લામાં દ્વિતિય સ્થાન મેળવ્યું છે. જ્યારે નેન્સી જશાભાઈ હણએ 104 માર્ક્સ, દેવાંગ સંદિપભાઈ ફેફરે 99 માર્ક્સ, નંદની અરજણભાઈ જાદવે 97 માર્ક્સ, શિવમ રમેશભાઈ ફેફરે 92 માર્ક્સ, મહર્ષિ જગદિશચંદ્ર ભટ્ટે 89 માર્ક્સ, વૈશાલી મેરુભાઈ જોગડિયાએ 85 માર્ક્સ, યસ મુકેશભાઈ ગમારાએ 83 માર્ક્સ, પરિ રાજેશભાઈ પડસારિયાએ 78 માર્ક્સ, ગોપી કિશોરભાઈ જોગડીયાએ 75 માર્ક્સ, આનંદ જનકભાઈ મુંધવાએ 75 માર્ક્સ, કુલદીપ મેરુભાઈ દારોદરાએ 74 માર્ક્સ, રોહન કાનજીભાઈ હણએ 74 માર્ક્સ, શ્રદ્ધા મહેશભાઈ દારોદરાએ 74 માર્ક્સ, પૂર્વી રઘાભાઈ પડસારિયાએ 72 માર્ક્સ અને રિદ્ધિ રમેશભાઈ ટમારિયાએ 65 માર્ક્સ મેળવ્યા છે.આમ CET-2024માં લખધીર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવતા આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.