મોરબી: મૂળ રાજપરના વતની અને હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢા બ્રાહ્મણ પ્રભાશંકર ઉમિયાશંકર પંડ્યા (ઉ.વ.74) તે સ્વ. ઉમિયાશંકર હરજીવન પંડ્યાના સૂપુત્ર, મનીષ પંડ્યા અને સીમા ભટ્ટના પિતા, અમૃતલાલ હરજીવન પંડ્યા તથા સ્વ. ભાનુશંકર હરજીવન પંડ્યાના ભત્રીજા, તેમજ સ્વ. રેવાશંકર શંકરલાલ જોષીના જમાઈનું તારીખ 17-5-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 20-5-2024ને સોમવારના રોજ ચા.મ.મોઢ બ્રાહ્મણવાડી, સાવસર પ્લોટ, 10/11, નિચેનો વિભાગ, મોરબી ખાતે રાખ્યું છે.