મોરબી: મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બગથળા નીચેના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્ય સરકારના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવે તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ધીરેન મહેતાની સુચના અનુસાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પી. વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરના આરોગ્ય કર્મચારી કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશાબેન દ્વારા હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં લોહીનું દબાણ શુ છે? તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે? અને લોહીના દબાણને થતુ કેમનું અટકાવી શકાય ? 30 વર્ષથી ઉપરના લાભાર્થીને એક વાર એન. સી.ડી સ્કીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.