મોરબી : મોરબીના દરબારગઢ ખાતે નાગનાથ શેરીમાં આવેલા નર્મદા બાલઘર ખાતે આગામી તારીખ 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા વિજ્ઞાન અને નવી ટેક્નોલોજીનું જ્ઞાન આપવા માટે વેકેશનમાં વિનામૂલ્યે કોર્ષની શરૂઆત કરાઈ છે. ભવિષ્યમાં આવનાર નવી-નવી ટેકનોલોજી, વિજ્ઞાન ક્ષણે ક્ષણે અવનવી શોધ દ્વારા આવી રહ્યું છે. ત્યારે બાલઘરના સ્ટાફ અને એન્જિનિયરના સખત/અથાક પ્રયત્ન દ્વારા 3D પ્રિન્ટીંગ – એડિટીવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, ડિજિટલ ડ્રોઈંગ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી (ધો.૬ થી ૧૦ ના પ્રયોગો), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ, ડિજિટલ સિટીઝન જેવા કોર્ષ વિનામૂલ્યે કરાવવામાં આવશે.આ કોર્ષ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે (ફ્રી) તારીખ 20 મે 2024 થી શરૂ કરવામાં આવશે. કોર્ષ કરવા માટે નર્મદા બાલઘરનો બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. વધુ માહિતી માટે મો.નં. 99093 31353 પર સંપર્ક કરવા જણાવાયું છે.