હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી સમાજ અને ગામ માટે ખૂબ લાગણી હતી. જેથી તેઓના સ્મરણાર્થે તેમના પત્ની હિરુબેન રૈયાભાઈ મર્યાએ સુખપર ખાતે મર્યા પરિવારના સુરાપુરા દાદા અને સતીમાના આંગણે આવેલી રૂ.5.58 લાખની કિંમતની 175 ચોરસ વાર જમીનનું દાન કર્યું હતું.આ સાથે જમીન પર રૂ. 21 .53 લાખના ખર્ચે વાડીનું બાંધકામ અને રૂ.5 લાખના ખર્ચે ગેઈટ બનાવી કુલ રૂ. 32.11 લાખના ખર્ચે વાડી તૈયાર કરી હતી. આ વાડી આજે સમાજને અર્પણ કરવામાં આવી છે. આ વાડીના લોકાર્પણ પ્રસંગે દુધરેજથી મહંત શ્રી કનીરામ બાપુ અને દુધઈથી કોઠારી બાપુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.