અથાગ મહેનત થકી ઝળહળતું પરિણામ લાવી શિવમ ભલગામડિયાએ ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં તૃતીય સ્થાન હાંસલ કર્યુંમોરબી ( અજેયુકેશન આર્ટિકલ) : સિરામિક ક્ષેત્રે ખ્યાતનામ ઈશાન સેરાકોટના ઓનર દિનેશભાઇ ભલગામડિયાના પુત્ર શિવમે SSC બોર્ડમાં 99.89 PR સાથે મોરબી જિલ્લામાં તૃતીય સ્થાન હાંસલ કર્યું છે. જેથી ભલગામડિયા પરિવાર ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.ટંકારાના રહેવાસી તથા રાજકોટની મોદી સ્કૂલ અભ્યાસ કરતા શિવમ દિનેશભાઇ ભલગામડિયાએ સખત પરિશ્રમ થકી SSC બોર્ડમાં 96.83 ટકા સાથે 99.89 PR મેળવી પોતાના પરિવાર તથા શિક્ષકોનું ગૌરવ વધાર્યું છે. તેને 600 માર્કસમાંથી 581 માર્ક્સ મેળવ્યા છે. જેના સ્ટાન્ડર્ડ મેથ્સમાં 97, સાયન્સમાં 98, સોશિયલ સાયન્સમાં 99, સંસ્કૃતમાં 100 માર્ક્સ મેળવ્યા છે. તેને સમગ્ર ટંકારા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે.શિવમે આ સફળતાનો યશ સ્કૂલ તેમજ માતા અંજનાબેન અને પિતા દિનેશભાઇને આપતા જણાવ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત વાંચન તથા હોમવર્ક કરીને તેને આ સુંદર પરિણામ મેળવ્યું છે. વધુમાં શિવમે જણાવ્યું કે મારા દાદા સ્વ. મનસુખભાઇ ભલગામડિયા જેઓ સજનપર ગામના પ્રાથમિક શાળાના શિક્ષક હતા. અને મારા કાકી બિંદુબેન હિતેન્દ્રભાઈ ભલગામડિયા જેઓ વિરપર પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેઓ પાસેથી મને અભ્યાસમાં અગ્રેસર રહેવાની પ્રેરણા મળી છે.