ભાજપ અગ્રણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લુખ્ખાઓ વિશે ફરિયાદ કરતા અડધી રાત્રે ટેલિફોનિક ધમકીમોરબી : મોરબીના પરસોતમ ચોકમાં લુખ્ખાતત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોય અહીં અડિંગો જમાવી દારૂ વેંચતા શખ્સો વિરુદ્ધ ભાજપ અગ્રણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા રોષે ભરાયેલ એક શખ્સે મધ્યરાત્રીએ ટેલિફોનિક ધમકી આપતા પોલીસમાં અરજી થઈ છે.મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા અને વેપાર કરતા ભાજપ આગેવાન રુચિર કારીયાએ ગુરુવારે મોરબીના પરસોતમ ચોકમાં દારૂડિયાઓના ત્રાસ અંગે ટેલિફોનિક ફરિયાદ કર્યા બાદ મોડીરાત્રે કોઈ અસામાજિક તત્વએ રુચિર કારીયાને વોટ્સએપ નંબરથી કોલ કરી ધમકી આપતા આ ગંભીર બનાવ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા ચકચાર જાગી છે.