મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે બંધ હાલતમાં પડેલી પાણીની ડંકીઓનું સમારકામ કરીને ફરીથી ચાલુ કરાવવા માટે પંચાયત દ્વારા પાણી પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.હાલ મચ્છુ-2 ડેમ રિપેરિંગ અર્થે ખાલી કરી દેવાતા ભડીયાદ ગામમાં પાણીની હાલાકી પડી રહી છે. ગામમાં પૂરતું પાણી મળી રહ્યું નથી. તેથી ગામમાં રહેલી ડંકીઓ રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવે તો ગ્રામજનોને પાણી મળી શકે તેમ છે. તેથી જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ડંકી, જવાહર સોસાયટી પાસે આવેલી ડંકી, ભડીયાદ જુના ગામમાં આવેલી ડંકી અને રામાપીરના ઢોરે આવેલ ડંકી જે બંધ હાલતમાં છે તેનું સમારકામ કરી ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.