મોરબી : શૈક્ષણિક વર્ષ 2024/25માં જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે લેવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નંબર-2ની ધોરણ-5ની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે.મોરબીમાં દરબારગઢ ખાતેની પીએમશ્રી તાલુકા શાળા નંબર-2ની કૂલ 15 વિદ્યાર્થિનીઓ CET પરીક્ષામાં ક્વોલિફાય થઈ છે. જેમાં વિદ્યાર્થિની દીવાન આઇશા જુબેરશાને 120માંથી 96 માર્ક્સ, પાટડિયા હેત્વી પ્રકાશભાઈને 91 માર્ક્સ, પલેજા અયાશા ઇકબાલભાઇને 89 માર્ક્સ, જુલાયા શનાબાનું પરવેઝભાઈને 80 માર્ક્સ, દવે હની કપિલભાઈને 79 માર્ક્સ, તરીયા અમિનાબાનું હનીફભાઇને 79 માર્ક્સ, ખુરેશી અસીન ઈમરાનભાઈને 76 માર્ક્સ, કપટા પ્રાચી આશિષભાઈને 76 માર્ક્સ, કૈલા ઇશિતા મહેશભાઈને 76 માર્ક્સ, રાઠોડ અક્શાબાનું ઇકબાલભાઈને 75 માર્ક્સ, કૈલા સુહાની પંકજભાઈને 73 માર્ક્સ, પરમાર દિયા સુરેશભાઈને 70 માર્ક્સ, બ્લોચ ઉમેરા શબ્બીરભાઈને 68 માર્ક્સ, અગરિયા મહેજબીન મહમદજુનેદભાઈને 67 માર્ક્સ અને સોલંકી હરસિદ્ધિ વિજયભાઈને 63 માર્ક્સ આવ્યા છે.આમ CETનું શ્રેષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય સરકારે શાળામાં CETની પરીક્ષા પહેલા દર રવિવારે સરકારી શિક્ષકો દ્વારા તૈયારી કરાવી હતી તે સર્વે શિક્ષક ગણનો ખુબ ખુબ આભાર માન્યો હતો. તેમજ તાલુકા શાળા નં-2ના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિધાર્થિનીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.