ચૂંટણી સમયે ટેબલ નાખીને કેમ બેઠો હતો ? બહુ ઉલરતો હતો કહી હુમલોહળવદ : ચૂંટણી સમયે રાજકીય પક્ષો વચ્ચે ચાલતા આક્ષેપો પ્રતિ આક્ષેપોની અસર ચૂંટણી બાદ પણ જોવા મળતી હોય છે ત્યારે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે બુથ નજીક ટેબલ નાખી રાજકીય પક્ષનું કામ કરવા બદલ એક યુવાન ઉપર ત્રણ શખ્સોએ ચૂંટણી સમયે તો બહુ ઉલરતો હતો હવે તને પૂરો કરી નાખવો છે કહી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામ હરજીભાઈ કણઝારિયા ઉ.47 નામના યુવાને આરોપી મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા, કાનભા જાલુભા ઝાલા અને વિજયસિંહ મહિપતસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી બાઈક લઈને પોતાની વાડી પાસે ઉભા હતા ત્યારે ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને ચૂંટણીમાં બુથ પાસે ટેબલ લઈને કેમ બેઠો હતો કહી ચૂંટણી સમયે બહુ ઉલરતો હતો હવે તો તને પૂરો કરી નાખવો છે તેમ કહી નીચે પછાડી ગળું દાબી દઈ બાદમાં ભાગવા જતા બાઈક સાથે બાઈક અથડાવી માર મારતા ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.