આજે વર્લ્ડ હાઈપર ટેન્શન ડે : જાણો.. તેના લક્ષણો, સારવાર અને કારણો..મોરબી : આજે 17 મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન ડે છે. હાઈપર ટેન્શન અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના કારણે લોકોનું જીવન બેઠાડું થઇ ગયું છે. બેઠાડુ જીવન હોવાના કારણે લોકોને હાઇપર ટેન્શન જેવી વ્યાધિઓ સતાવવા લાગી છે. હાઇપર ટેન્શન જેવી ગંભીર બીમારી પ્રત્યે જો બેદરકારી સેવવામાં આવે તો દર્દીએ જીવ ગુમાવવો પડે છે.સામાન્ય બ્લડ પ્રેશરમાં તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રીતે 120/80 એટલે કે 120 ઉપરનું અને 80 નીચેનું હોવું જોઇએ. ડોક્ટરો મુજબ હાલમાં 140/90 સુધીના બ્લડ પ્રેશરને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 140/90 કરતાં વધી જાય ત્યારે હાઇબ્લડપ્રેશરને હાઇપર ટેન્શન કહેવામાં આવે છે. ‘હાઇપર ટેન્શન’ એક ગ્રીક શબ્દ છે. ‘હાઇપર’ એટલે ઊંચું. પ્રેશરનું ઉપર તરફ ખેંચાવું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાઇપર ટેન્શનમાં આંખનું હેમરેજ થવાની શક્યતા છે.સ્ટ્રોક આવવાથી પેરાલિસિસ થઈ શકે છે.કિડની ફેઇલ થવાની શક્યતા વધી જાય છે. હાર્ટ એટેક અને હૃદયના રોગ થઇ શકે છે.બ્લડપ્રેશરની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે શરીરમાં લોહીનો સંચાર ઘટી જાય છે. લોહીનો સંચાર ઘટી જાય ત્યારે બીપી ઘટી જાય છે. આમ તો બદલાતી જતી જીવનશૈલીના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા બહુ સામાન્ય બની ગઇ છે. પણ આ સમસ્યા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે, પહેલા 40 કે 50 વર્ષની ઉંમરના લોકોને રેગ્યુલર ડોક્ટર પાસે BP ચેક કરાવવાની જરૂર રહેતી હતી. પરંતુ હવે આજની આધુનિક જીવનશૈલીમાં 30 વર્ષની વયથી જ લોકોએ રેગયુલર BP ચેક કરાવવું જરૂરી છે. એટલું જ નહીં, જો માથામાં દુઃખાવો, અસહ્ય થાક લાગે છે, બેચેની અનુભવો છો, પરિવારમાં હાઈ બ્લડપ્રેશરની કોમન હિસ્ટ્રી હોવી કે ઓબેસિટી હોય તો હવે 20 વર્ષની વયથી જ BP ચેક કરાવવું જોઈએ.હાઇપર ટેન્શનના લક્ષણોબેચેનીનો અનુભવ થવો, ચક્કર આવવા, માથું ભારે લાગવું, ધબકારામાં વધઘટ થવી, છાતીમાં ભાર લાગવો, કાનમાં તમરા બોલવા, પગમાં સોજા ચડી જવાહાઇપર ટેન્શનની સારવારસમયસર દવા લેવી જોઈએ, કસરત કરવી જોઈએ, ભોજનમાં મીઠું ઓછું લેવું જોઇએ, બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા નિયમિત પ્રેશર ચેક કરાવવાની સાથે સાથે આહારની ટેવોમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. આહારમાં તેલ, ઘી, ચીઝ, બટર, જેવા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ નહીં.પૂરતી ઊંઘ લેવાની સાથે સાથે લીલા શાકભાજી, ફળોનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ. જો બ્લડ પ્રેસર પર કંટ્રોલ ન કરવામાં આવે તો કિડની ફેલ્યોર, પેરાલિસિસ, હાર્ટ એટેક, આંખને નુકસાન વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.લોકોમાં એવી માન્યતા છે કે એક વખત હાઇપરટેન્શન થઇ ગયા બાદ તે ક્યારેય મટતો નથી. તેની કાયમ દવા લેવી પડે છે પણ એ પાછળના મુખ્ય કારણને શોધીને તેની સારવાર કરવામાં આવે તો મોટાભાગના કેસમાં હાઇપરટેન્શન પર કાબૂ મેળવી શકાય છે. હાઇપર ટેન્શન થવા પાછળના કારણો પણ ઘણાં બધાં છે. જેમ કે, સ્ટ્રેસફુલ લાઇફ, વધુ પડતી દવાઓનું સેવન કે પછી વધતી જતી ઉંમર વગેરે જવાબદાર હોય છે.હાઈપર ટેન્શનના કારણોઓબેસિટી તેમજ મોટાભાગના લોકોના કામકાજ વર્ક ફોર્મ થઈ ગયા અને એક્સરસાઇઝનું પ્રમાણ ઓછું થઈ જવાથી બ્લડપ્રેશરના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલે માથાનો દુખાવો, અસહ્ય થાક લાગવો, બેચેની રહેવી. આ ઉપરાંત પરિવારમાં હાઈ બ્લડ પ્રેશરની કોમન હિસ્ટ્રી હોવી કે ઓબેસિટી હોય તો આવી વ્યક્તિઓએ હવે 20થી 30 વર્ષની ઉંમરથી પણ બ્લડ પ્રેશર ચેક કરાવવું જરૂરી છે.મહત્વનું છે કે, હાઈપર ટેન્શન અનેક કારણોસર થાય છે. તેમાંના કેટલાક શારીરિક તો કેટલાક માનસિક કારણ છે. જેમાં હાર્ટ, કિડની અને શરીરના બીજા અંગ કામ કરવાનું બંધ કરી શકે છે. આ ઉપરાંત બીપીને કારણે આંખો પર પણ અસર થઈ શકે છે. હાઈ બીપીમાં પ્રેશર 140ની પાર પહોંચી જાય છે. આથી, આ બીમારીને યુવાવયથી જ ગંભીરતાથી લેવી જરૂરી છે.