Morbi: જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટ્રસ ટેસ્ટ (CET)મેરીટનાં આધારે ધોરણ -6માં પ્રવેશ તેમજ જ્ઞાનસેતુ મેરીટ મુખ્યમંત્રી સ્કોલરશીપ માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્રારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET - 2024નું 30 માર્ચ, 2024ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું.આ પરીક્ષાનું પરિણામ તારીખ 15મેનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા આધારિત સંભવિત મેરીટ લીસ્ટ તૈયાર થયેલું છે. મોરબી જિલ્લાની શ્રી ભરતનગર પ્રાથમિક શાળામાં ધોરણ - 5માં અભ્યાસ કરતા 26 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી પૈકી 20 વિદ્યાર્થીઓના નામ સંભવિત મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ તકે શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયાએ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ બી.આર.સી.શ્રી ચિરાગભાઈ આદ્રોજા અને સી.આર.સી ચેતનભાઈ જાકાસણિયાએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.