મોરબી : મોરબી ટ્રાફિક પોલીસની ટીમે રામ ચોક ખાતેથી મળી આવેલુ પર્સ મુળ માલિક શોધી તેને પરત કર્યું છે. આમ ટ્રાફિક પોલીસની ટીમે પ્રમાણિકતાનો પરચો આપ્યો છે.ગઈકાલે રામ ચોક ખાતે ફરજ બજાવતા ટી.આર.બી. સમજુબેનને એક પર્સ મળી આવ્યું હતું. જે પર્સ તેઓએ ટ્રાફિક પોલીસની ટીમને સોંપ્યું હતું. આ પર્સમાં એ.ટી.એમ. કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ, 500 રૂપિયા રોકડા હતા. ટીમે પર્સના માલિકની તપાસ કરતા આજ રોજ માલિક મળી આવતા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની સુચના અને માર્ગદર્શન મુજબ ખરાઈ કરી ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતના સ્ટાફે તેમને પર્સ પરત સોંપ્યું હતું.આ કામગીરીમાં રામ ચોક પોઇન્ટના કોન્સ્ટેબલ વિજયભાઈ, દેવાયતભાઇ, ટી.આર.બી. શીતલબેન, સમજુબેન, રોશનબેન તેમજ પ્રદીપભાઈ જોડાયેલ હતા.