મોરબી: મહાકાલ ગૃપ દ્વારા આયોજિત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ મહેન્દ્રનગર ચોકડીએ યોજાઇ હતી. આ આયોજનમાં સૌ ટીમના ઓનરશ્રીઓ તેમજ સ્પોન્સર ના સહોયગ તેમજ મહાકાલ ગૃપના તમામ સભ્યોની અથાક મહેનત થકી આ સફળ આયોજનમા રૂ. 10 લાખની માતબાર રકમ મળી હતી. આ રકમ મોરબી જિલ્લાના પાટીદાર સમાજના ગં.સ્વ. બહેનોના દિકરાઓ તેમજ દિકરીઓની સંપૂર્ણ અભ્યાસની ફી અર્પણ કરતા ટ્રસ્ટ સી.ડી.એસ. ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવી છે.આ સફળ આયોજન અને માતબાર રકમ બદલ મહાકાલ ગૃપ નો સી.ડી.એસ. પરીવાર સમિતિ હૃદયથી આભાર વ્યક્ત કરે છે