મોરબીમાં કાલ 16મીથી દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

- text


 

આજે 4-30 કલાકે યોજાશે ભવ્ય પોથીયાત્રા

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 થી 23 મે સુધી યોજાનાર આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે તારીખ 16 મેના રોજ બપોરે 4-30 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. પોથીયાત્રા સોની મનોજભાઈ ચંદુભાઈ રાણપરા, શ્રીજી કૃપા, માણેક સોસાયટી, શેરી નંબર-2, બાલાજી પાનવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતેથી નીકળશે અને અમૃત ધારા, સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, એસપી રોડ, રવાપર, મોરબી ખાતે મહોત્સવ સ્થળે પહોંચશે. પોથીયાત્રા પૂર્ણ થયા બાદ મહોત્સવ સ્થળ પર સાંજે 6:30 વાગ્યે વડીલ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તથા તેમના મંગલ આશીર્વાદનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદની ઉત્સવ સ્થળે જ વ્યવસ્થા કરવામાં આવી છે.

દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર આ શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં મુળીધામના સંત ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસપીઠ પર બિરાજી દરરોજ સવારે 8-30 થી 12-30 અને બપોરે 4 થી સાંજે 7-30 સુધી સંગીતમય શૈલીમાં ભગવત ચરિત્રામૃતનો દિવ્ય લાભ આપશે. બપોરે 12 થી 12-30 સુધી અને સાંજે 3-30 થી 4-30 સુધી દરરોજ વ્યાખ્યાનમાળા યોજાશે. સાથે સવારે 7 થી સાંજના 7 સુધી અખંડ ધુન ચાલશે.

- text

18 મેના રોજ પેઈન એન્ડ પોસ્ચર વિષય પર ડો. વૈભવ જોષીનો સેમિનાર યોજાશે. રાત્રે 8-30 કલાકે રાસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ યોજાશે. 19 મેના રોજ બપોરે 2 થી 4 મહિલા મંચ અન રાત્રે 8-30 કલાકે શ્રી હરિકૃષ્ણ સત્સંગ સભા યોજાશે. 20 મેના રોજ આચાર્ય મહારાજ આશીર્વાદ પાઠવવા હાજરી આપશે. રાત્રે 8-30 કલાકે મનસુખભાઈ વસોયા અને નવસાદભાઈ કોટડીયાનો હાસ્ય દરબાર યોજાશે. 21 મેના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 8-30 કલાકે નીરવ રાયચુરા અને સાથી મિત્રો દ્વારા કિર્તન સંધ્યા યોજાશે. 22 મેના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને રાત્રે 8-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહોત્સવમાં પધારનાર હરિભક્તો માટે ઉતારા અને મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ છે.

- text