- text
બારીના સળિયા તોડી તસ્કરો રૂ.1.85 લાખની માલમતા ઉઠાવી ગયા
મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે હાઈસ્કૂલ પાછળ આવેલ બે મકાનમાં તસ્કરોએ બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશી રૂપિયા 1.85 લાખની માલમતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે હાઈસ્કૂલ પાછળ રહેતા પ્રકાશભાઈ મહેશભાઈ સોલંકીના મકાનની બારીના સળિયા તોડી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી 1.32 લાખની ચોરી કરી ગયા હતા. સાથે જ તેમના ઘર નજીક રહેતા સોમાભાઇના ઘરમાંથી તસ્કરો રૂપિયા 52,500ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી જતા ઘરફોડીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
- text
- text