લક્ષ્મીનારાયણ મંદિર અને લક્ષ્મીકાંત કોટનમાં નુકશાન ટંકારા : ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં એક જ કલાકમાં 33 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસતા લક્ષ્મીનારાયણ મંદિરના નળીયા ઉડી ગયા હતા સાથે જ અહીંની લક્ષ્મીકાંત કોટન જિનિંગ ફેકટરીના પતરા ઉડી જતા નુકશાન પહોંચ્યું હતું.હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં ગુરુવારે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન બાદ કરા સાથે વરસાદ વરસતા ટંકારા શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના નળીયા ઉડી ગયા હતા સાથે જ અહીંની લક્ષ્મીકાંત કોટન જિનિંગ ફેકટરીના પતરા ઉડી જતા નુકશાન પહોંચ્યું હતું. ઉપરાંત શહેરમાં એક ઝાડ પણ તોફાની પવનમાં પડી ગયું હતું. હાઇવે પર અનેક હોડિગ, વૃક્ષોનો સોથ વળી ગયો હતો. ટંકારાની ITI માં પણ ભારે નુકશાન થયું હતું. સોલાર પેનલો તૂટીને હવામાં ફંગોળાઈ હતી.