મોરબી RTO કચેરીમાં 18 તારીખ સુધી લાયસન્સ અને ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રેહશે 

- text


સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સને કારણે કામગીરી બંધ રહેશે

મોરબી : મોરબી RTO કચેરીમાં સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સને કારણે આગામી તા. 18 ના સવારે 10 વાગ્યા સુધી લાયસન્સની અને ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે.

આ અંગે મોરબી RTO અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.18/05/2024 10:00 AM સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી 17/05/2024 સુધી બંધ રહેશે. જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડ્યુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને વિનંતી છે.

- text

- text