ખેડૂતો સવારના આવે છે પણ સર્વેયરની અનીયમતતાને કારણે સાંજે ખાલી હાથે ગામડે જાય છેમોરબી : મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વેયરની અનીયમતતાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ૭-૧૨ના પાનિયા કઢાવવા માટે ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તે મામલે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે ચોમાસાની સિઝન માથે આવી રહી છે. ખેડૂતો બેંક તથા મંડળીમાં દેવુ નવા જુના કરવાનું હોય સેવા સદનમાં સર્વેયર મંદગતીએ ચાલે છે. ૭-૧૨ ના પાનીયા કઢાવવા માટે ખેડૂતો સવારના આવે છે અને સાંજે ખાલી હાથે ગામડે પરત જાય છે. બેંક ૭-૧૨ ના પાનીયા મામલતદાર કચેરીમાંથી કઢાવો તો જ ચલાવે છે. બાકી ગ્રામ પંચાયતમાં મંત્રી કાઢે તો પણ ચાલે નહીં બેંકની આવી પધ્ધતીથી ખેડૂત પીડા ભોગવે છે.મંત્રીએ કાઢેલા ૭-૧૨ ના પાનીયામાં મામલતદાર કાઉન્ટર સાઇન કરી આપે તો પણ ચલાવતા નથી. આ બાબતમાં બેંક તેની મનમાની કરી રહી હોય તેવુ લાગે છે. કલેકટર તંત્રએ બેંક મંડળીમાં જાણ કરવી જોઇએ કે મામલતદારની કાઉન્ટર સાઈન વાળા ૭-૧૨ના પાનીયા ચલાવવા જોઇએ. હાલ ખેડૂતોને નવા-જુના દેણા કલીયર કરવાના હોય અને બીયારણ, ખાતરની ખરીદી કરવાની હોય ઘણી તકલીફ થાય છે. તો આ બાબતે એક જ કોમ્પ્યુટરને બદલે ચાર-પાંચ કોમ્પ્યુટરથી ખેડૂતના હીત માટે વ્યવસ્થા કરવી જરૂરી છે.