વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા 2 વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું અને અન્ય એકને સામાન્ય ઈજાઓ પહોચ્યાના અહેવાલ મળી રહ્યા છે.