મોરબી : ગુરુવારે મોરબીમાં બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ વરસાદની સાથે બરફના કરા પણ પડ્યો હતા.ગુરુવારે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ ટંકારામાં 33 mm (સવા ઇંચ) અને મોરબીમાં 10 mm (અડધો ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે સરકારી ચોપડે હળવદ, વાંકાનેર અને માળીયા મિયાણામાં કોઈ વરસાદ નોંધાયો નથી.