અજાણ્યા વાહને ઠોકરે લીધાની પોલીસની આશંકા,યુવાને સારવારમા દમ તોડયોવાંકાનેર : મોરબી કારખાનામાં કામ કરતા અને રહેતા મૂળ થાન તાલુકાના નવાગામનો યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ઢૂવા નજીક મળી આવતા 108 ટીમે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં ચાલુ સારવારમાં યુવકનું મોત નિપજ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ મોરબી કારખાનામાં કામ કરતા મૂળ થાન તાલુકાના નવાગામના પ્રદીપભાઈ ચંદનભાઈ ભોજયા નામનો યુવકને ભાયાતી જાંબુડીયા ગામે પેટ્રોલ પંપ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવારમાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળે છે, આ યુવાન પોતાના વતન જતો હતો ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે.