મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ધરમપુર ગામના પાટિયા નજીક જીજે - 36 - વી - 3974 નંબરના આઈવા ડમ્પર ચાલકે સામેથી આવતા જીજે - 36 - એકે - 4703 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જોડિયા તાલુકાના જસાપર ગામે રહેતા હસમુખભાઈ દામજીભાઇ તેમજ બાઈક પાછળ બેઠેલા દીપકભાઈ નાથાભાઈ અઘારાને ઇજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે, આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો.