આજે વિશ્વ પરિવાર દિવસ : વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા આ દિવસ ઉજવાય છે મોરબી : જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિવારની વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. અને આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15મી મેના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે.આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 15 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1993ની સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાભારતીય સંસ્કૃતિના આ બે શબ્દો - 'વસુધૈવ કુટુંબકમ'માં એક ઊંડો દાર્શનિક વિચાર સમાયેલો છે. તેનો અર્થ છે, 'આખું વિશ્વ એક કુટુંબ છે.' આ એક એવી સાર્વત્રિક દ્રષ્ટિ છે જે આપણને એક સાર્વત્રિક કુટુંબ તરીકે પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એક એવું કુટુંબ જેની કોઈ સીમા, ભાષા અને વિચારધારા નથી. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, અને આખા વિશ્વને આ સંદેશો પહોંચાડવામાં ભારતનું બહુ મોટું યોગદાન રહ્યું છે.આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનું પ્રતિકઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના પ્રતિકમાં લાલ રંગની એક છબી સાથે લીલા વર્તુળનો સમાવેશ થાય છે. જે ચિત્રમાં હ્યદય અને ઘરના જેવા દેખાય છે. આ સુચવે છે કે પરિવારો સમાજનું કેન્દ્ર છે અને તમામ વયના લોકોને તે સ્થિરતા અને મદદ આપે છે.વિશ્વ પરિવાર દિવસ મનાવવાનો ઉદ્દેશવિશ્વ કુટુંબ દિવસની ઉજવણી શરૂ કરવા પાછળનું કારણ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનું હતું. દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને યુવાનોને પરિવારના મહત્વ વિશે જણાવવામાં આવે છે.