ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના આપીમોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયેલા 3 બાળકોની શોધખોળ ફાયર વિભાગ અને તરવૈયાઓ દ્વારા હજુ પણ ચાલુ છે. બીજી તરફ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના આપી છે. જ્યારે ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબ્યા છે. મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીર પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. પરમાર ચિરાગ ઉ.20, ભંખોડિયા ધર્મેશ ઉ.16 અને ભંખોડિયા ગૌરવ ઉ.17 નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે.ફાયર સહિતની ટીમોએ આ ડૂબી ગયેલા બાળકોને શોધવા રેસ્કયુ ઓપરેશન ચલાવ્યું છે. બીજી તરફ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા લોકસભાની ચૂંટણી સંદર્ભે પંજાબ હોય તેઓને ઘટનાની જાણ થતાં તેઓએ તંત્ર સાથે વાત કરી હતી. જેમાં તેઓએ ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના આપી હતી. જ્યારે મોરબીનાં ડેપ્યુટી કલેકટર સુશીલ પરમાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્ય વધુ તેજ બનાવવા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.