એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે સ્પા સંચાલક સહિત બેની ધરપકડ કરી : ચાર રૂપલલના મળી આવીમોરબી : મોરબીમાં સ્પાની આડમાં ખુલ્લેઆમ દેહવ્યાપાર થઈ રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે ગઈકાલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે સીટી એ ડિવિઝન પોલીસની હદમાં પંચાસર રોડ ઉપર સ્પાની આડમા ધમધમતા કુટણખાનામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી સ્પા સંચાલક સહિત બે શખ્સને ઝડપી લઈ દેહવ્યાપારના ગેરકાયદે ધંધાને ખુલ્લો પાડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે, શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટમાં આનંદા સ્પામાં સ્પાની આડમાં રૂપલાલનાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં છે, જે બાતમીને આધારે ડમી ગ્રાહકને મોકલી પોલીસ ટીમે મંગળવારે રાત્રીના સમયે દરોડો પાડતા સ્પામા રૂપલલના નિવસ્ત્ર અને કઢંગી હાલતમાં મળી આવતા પોલીસે સ્પા સંચાલક ધર્મેન્દ્ર કેશવજી કાવર રહે.ધ્રુવનગર તા.ટંકારા અને સ્પામાં નોકરી કરતા રાહુલ ગોરધનભાઇ બારૈયા રહે.ત્રાજપર વાળાની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.વધુમાં પોલીસે દરોડા દરમીયાન આનંદા સ્પામાંથી ચાર પરપ્રાંતીય યુવતીઓ મળી આવતા પોલીસે તમામ મોબાઈલ ચેક કરી પૂછપરછ કરી હતી, આરોપી સ્પા સંચાલક ધર્મેન્દ્ર કેશવજી કાવરની પૂછપરછમાં પોતે સ્પામાં આવતા ગ્રાહક દીઠ 500 વસુલતો હોવાનું અને કોઈ ગ્રાહક શરીર સુખ માણવાનું કહેતો વધારાના નાણાં લઈ સગવડ પુરી પાડતો હોવાનું તેમજ આરોપી રાહુલ બારૈયા ગ્રાહકો માટે બેડ તૈયાર કરવા કોન્ડમ આપવા અને સાફસફાઈ કરતો હોવાનું કબુલતા પોલીસે સ્પાના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા 5000, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર સહિત કુલ 15 હજારનો મુદ્દામાલ તેમજ કોન્ડમના પેક્ટ, અંડર ગારમેન્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.