મોરબી ફાયર વિભાગની સ્પીડ બોટ કામે લગાડાય, વધુ એક સ્પીડ બોટ પણ મંગાવાય : ડે.કલેકટર સુશીલ પરમારે આપી વિગતોમોરબી : મચ્છુ-2 ડેમ નજીક નદીમાં ડૂબેલા ત્રણ યુવાનોની શોધખોળ માટે રાજકોટની ફાયર ટિમ અને હળવદના તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે. જેથી આ સર્ચ ઓપરેશન વધુ સઘન રીતે થઈ શકે.મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 યુવાનો ડૂબ્યા છે. મોરબી ફાયર વિભાગની ટિમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા છેલ્લા 3 કલાકથી ડૂબેલા યુવાનોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પણ હજુ સુધી તેઓની ભાળ મળી નથી.આ મામલે ડે.કલેકટર સુશીલ પરમારે જણાવ્યુ કે ડૂબેલા યુવાનોની શોધખોળ ચાલુ જ છે. રાજકોટથી ફાયર વિભાગની ટિમ રવાના થઈ ગઈ છે જે થોડી જ વારમાં અહીં પહોંચશે. આ ઉપરાંત હળવદના તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા છે. મોરબી ફાયર વિભાગ પાસે એક સ્પીડ બોટ છે. આ ઉપરાંત બીજી એક સ્પીડ બોટ પણ મંગાવવામાં આવી છે. જેથી શોધખોળની કામગીરી જલ્દી થઈ શકે.