મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર રિઝન્ટા હોટલ પાસે સર્વિસ રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા મોરબીના જિશાનભાઈ મકબુલભાઈ કલાડીયા ઉ.22 નામના યુવાનને જીજે - 12 - બીવાય - 0964 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બાઇકમાં નુકશાન કરતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.