હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ શંકરભાઈ સંઘાણીની સરદારધામ યુવા સંગઠન અંતર્ગત યુવા તેજ સહ કન્વીનર- સૌરાષ્ટ્ર ઝોન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ દ્વારા હળવદ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીની યુવા સંગઠન અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનના યુવા તેજ સહ કન્વીનર તરીકે નિમણૂક અપાઈ છે. આગામી તારીખ 15 ડિસેમ્બર 2025 સુધી તેઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સૌના સહિયારા પ્રયાસથી સરદારધામને નવી ઉંચાઈએ લઈ જવા માટે પ્રયત્નો કરશે તેવી અભ્યર્થના પણ સંસ્થા દ્વારા વ્યક્ત કરાઈ છે.