કુલ 7 જેટલા બાળકો નાહવા ગયા હતામોરબી : મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પોહચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા બાળકોની શોધખોળ શરૂ કરી છે.આ અંગે ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 16 વર્ષની ઉમરના 3 બાળકો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે.જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.મળતી પ્રાથમિક વિગતો મુજબ પરમાર ચિરાગ ઉ.20, ભંખોડિયા ધર્મેશ ઉ.16 અને ભંખોડિયા ગૌરવ ઉ.17 નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે. અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.