મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ડૂબેલા 3 યુવાનોને બચાવવા માટે 4થી 5 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદના ટિકર ગામના 16 સેવાભાવી તરવૈયાઓ વાહનમાં મોરબી આવવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ તરવૈયાઓ માનવતા ખાતર જરૂર પડ્યે અનેક જગ્યાએ સેવા આપવા માટે જાય છે.