500માંથી 485 માર્ક મેળવી વ્રિશને મોરબી જિલ્લામાં દ્વિતીયક્રમ મેળવ્યોમોરબી : મોરબીના ઈંડા ચીતરવા ન પડે ઉક્તિ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરીયાના પુત્ર વ્રિશન જેતપરીયાએ યથાર્થ ઠેરવી છે, વ્રિશને ધો-10 CBSE બોર્ડમાં 500માંથી 485 માર્ક મેળવી નાલંદા સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીયક્રમ મેળવ્યો છે.મોરબીની નાલંદા સ્કૂલમાં ધોરણ-10માં સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વ્રિશન નિલેશભાઈ જેતપરીયાએ 500 માંથી 485 માર્ક્સ સાથે 97 % મેળવીને મોરબી જીલ્લામા બીજો રેન્ક અને નાલંદા સ્કૂલ માં પ્રથમ રેન્ક મેળવીને અમારા જેતપરિયા પરિવાર નુ ગૌરવ વધાર્યું છે. વ્રિશને આ સફળતાનો યશ નાલંદા સ્કુલ તેમજ માતા નિતાબેન અને પિતા નિલેષભાઈને આપતા જણાવ્યું હતું કે, આજ સુધીમાં ટ્યુશન ક્લાસ કરેલ નથી પરંતુ દરરોજ સ્કુલનું હોમવર્કને પ્રાધાન્ય આપ્યુ હતુ. હંમેશા નિયમિત વાંચન અને રમતગમત અને દરેક પ્રસંગો મર્યાદિત રીતે માણ્યા હોય આ સુંદર પરિણામ મેળવ્યું છે.વ્રિશન આગળ જતા આઇઆઇએમમાં એમબીએ કરી પિતાના એક્સપોર્ટ બિઝનેશને આગળ ધપાવવાના રસ્તે ચાલવાના સ્વપ્ન સાથે અભ્યાસમાં આગળ વધવા માંગે છે.સીબીએસઈ બોર્ડમાં સુંદર પરિણામ લાવનાર વ્રિશનના પિતા અને અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, બાળક જ્યારે નાનકડુ હોય ત્યારથી તેની રૂચીને સમજવી તે વાલી તરીકેની આપણી ફરજ છે, મારા દીકરાને ધોરણ-9મા આવ્યો ત્યારથી જ મારા ધર્મપત્ની બધા જ સામાજીક કે વ્યવહારિક પ્રસંગોમાં મર્યાદિત હાજરી આપીને બન્ને જવાબદારી નીભાવી હતી. સાથે જ તેઓ જણાવે છે કે, મારા દીકરાએ આજ સુધીમાં ટ્યુશન ક્લાસ કરેલ નથી પરંતુ દરરોજ સ્કુલના વર્ક માં પ્રાધાન્ય આપ્યુ છે. દરેક વિદ્યાર્થીઓમા ક્ષમતા રહેલી જ હોય છે,ફક્ત જરૂરીયાત હોય છે તેમા સિંચન કરવાની.વધુમાં નિલેશભાઈ જણાવે છે કે, મે મારી સામાજીક અને ધંધાકીય વ્યસ્તતા વચ્ચે પણ દરેક પેરેન્ટ મીટીંગમા સહદંપતી હાજરી આપીને તેને હોંસલો પૂરો પાડેલ છે અને પરિણામ સ્વરૂપે આજે આ સફળતા તેને હાંસલ કરી છે. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈ પરંતુ આપણા સંતાનો માટે આટલો સમય ના કાઢી શકીએ તે કદાચ છટકવાનુ બહાનુ જ હોઈ બાકી કોઈ પણ વેપારી આવે કે નાના મોટા વ્યવહારીક પ્રસંગોમાં તો આપણે તેના માટે સમય કાઢી ને જતા જ હોઈએ છીએ ત્યારે વાલી તરીકે જો આપણે સમય કાઢીશુ તો આપણા સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીશું તેમા કોઈ શંકાને સ્થાન નથી.