મોરબી : મોરબીમાં ભારે પવનને કારણે વીસી ફાટક પાસે એક વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. જેના કારણે ટ્રાફિક સર્જાયો હતો. પોલીસે આ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.મોરબી પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ કરા પડ્યા છે. અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. તેવામાં શહેરના વીસી ફાટક અને રેલવે સ્ટેશન વચ્ચે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જ્યા ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કર અને અન્ય ટ્રાફિક પોલીસના જવાનો તેમજ નગરપાલિકા અને ફાયર વિભાગની ટિમ દ્વારા વૃક્ષને ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.