માળિયા : માળિયા નગરપાલિકાના મોવરટીંબા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થવાથી રસ્તો બંધ થઈ ગયો હોય આ મામલે જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજુઆત પણ કરવામાં આવી છે.આ અંગે મુસ્તાકભાઈ મોવરે જણાવ્યું છે કે મોવરટીંબા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. અહીં મિઠાના પારા ઉંચા હોવાથી પાણી દરિયામાં જઈ શકતું નથી. પરિણામે રસ્તા ઉપરથી પાણી જઈ રહ્યું છે.