ટંકારા : ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોરબી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામે જાણે ચોમાસું જામ્યું હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો છે.સજનપર (ઘુનડા) ગામે આજે સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની માફક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. ગામની સીમમાં પણ વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.