મોરબી : મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે પવન ફૂંકાયો છે. સાથે જ ધૂળની ડમરીઓ પણ ઉડી છે. મોરબી-હળવદ રોડ પર આંધીના ભયંકર દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ હતી. રોડ પર જાણે આંધી તોફાન આવ્યું હોય તેવા બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. આંધી એટલી ભયંકર હતી કે થોડે દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું. જેના કારણે વાહનચાલકોને ધોળા દિવસે વાહનની લાઈટ ચાલુ કરવી પડી હતી.