મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે અનેક વસ્તુઓ હવામાં ઊડતી નજરે પડી હતી. ત્યારે પંચાસર રોડ ઉપર એક ખાટલો હવામાં ઉડી વીજ વાયરમાં ફસાયો હોવાનો વિચિત્ર બનાવ પણ બન્યો છે.જુઓ વિડિયો..👇https://youtube.com/shorts/b47hWpr2-M0?si=ep5Zl--xeyJnb7IZ મોરબીના પંચાસર રોડ ઉપર ભારે પવનના કારણે છત ઉપર મુકેલો ખાટલો હવામાં ઉડી ગયો હતો. આ ખાટલો બાદમાં નીચે આવ્યો પણ વીજ વાયર ઉપર તેનો પાયો ફસાઈ જતા લટકતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ અચરજમાં મુકાઈ ગયા છે.