માતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી તરુણીની મદદે પહોંચી અભયમ ટીમ

- text


મોરબી: તારીખ 13 મેંના રોજ઼ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 કોલ આવેલો કે એક 15 વર્ષની દીકરી મળી આવેલી છે અને ભૂલી પડી ગયેલી હોય એવુ લાગે છે માટે મદદની જરૂર છે

આ કોલ આવ્યા બાદ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલ કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોંચી ગયા હતાં. તે સજ્જન વ્યક્તિએ જણાવેલુ કે દીકરી અડધી રાત્રે રસ્તા પર એકલી જતી હોય અને તેમની ઉંમર નાની હોવાથી ભૂલી પડી ગયેલી હોય તેવું લાગે છે. માટે અભયમ ટીમ દ્વારા સૌ પ્રથમ સાંત્વના આપી સરળતા પૂર્વક કાઉન્સિલિંગ કરેલું. આ સમયે તેમણે જણાવેલુ કે ઘર કામ કરતા રકજક થયેલી અને તરૂણીને માઠું લાગી આવતા એમની માતા ને જાણ ન થાય એવી રીતે ઘરેથી નીકળી ગઇ હતી.

- text

આ પછી 181 ટીમે કિશોરીને સમજાવેલુ કે આવી રીતે ઘરેથી નીકળી જવું ન જોઈએ તેમજ કાઉન્સિલિંગ દરમ્યાન સરનામું જણાવ્યા પ્રમાણે તેના ઘરે લઈ જઈ કિશોરીને તેમના માતા-પિતા ને સોંપેલી હતી. અભયમ ટીમ દ્વારા તેમના માતા પિતા ને જણાવેલુ કે હવે પછી તેમની દીકરીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે અડધી રાત્રે ઘરેથી ન નીકળે.

- text