Morbi: ચાલુ નાંણાકીય વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલr હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલા ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા 7-12 8 -અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન- 5માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં.226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, ફોન નં:-02822 -241240, મોરબીના સરનામે અચુક રજૂ કરવા જણાવવામાં આવે છે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.