વાંકાનેર : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે મોરબી જિલ્લાના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને સાંજના પાંચેક વાગ્યાના સમયગાળામાં વાંકાનેર તાલુકાના ઢુંવા આજુબાજુના વિસ્તારમાં ધૂળની આંધી ઉઠ્યા બાદ કરા સાથે વરસાદ વરસ્યો હતો.ઓણ સાલ ચોમાસુ વેહલું હોય તેવા અણસાર વચ્ચે હવામાન વિભાગે પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત સાથે મોરબી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી તેવા સમયે જ સોમવારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાંકાનેર પંથકમાં અચાનક હવામાનમાં બદલો આવવાની સાથે ધૂળની ડમરીઓ ઉઠી હતી અને કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે.