પોલીસે પૂજારીઓને કહ્યું કે, ચોરીથી બચવા ભગવાનનાં દાગીના ઉતારી લોહળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલા રામદેવપીરના મંદિરમાં કોઈ અજાણા તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલી દાનપેટીની ચોરી કરી ગયા હતા. આ અંગે હળવદ પોલીસમાં મથકે જાણ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી ચોરીના બનાવો સામે આવતા હળવદ પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે રામજી મંદિરો તેમજ માતાજીના મંદિરોમાં ભગવાન કે માતાજીને ચડાવવામાં આવેલ સોના-ચાંદીના દાગીના હોય, તો રાત્રિના સમયે દરેક પુજારીએ થતાં ભુવાઓએ ઉતારી લેવા તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને પણ કોઈ કીમતી વસ્તુઓ વાડીએ ખુલ્લામા રાખવી નહીં અને જો આવી કોઈ ચોરીની ઘટના બને તો તાત્કાલિક હળવદ પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.