શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઓને જરૂરી વ્યવસ્થા ગોઠવી પરિણામપત્રો આપી દેવા સૂચનામોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.9ના રોજ ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કર્યા બાદ આગામી તા.16ના રોજ તમામ વિદ્યાર્થીઓને પરિણામપત્ર વિતરણ કરવામાં આવશે, આ માટે રાજ્યની તમામ શાળાઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક જે.એચ.ઝા દ્વારા પરિપત્ર જારી કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટની પરીક્ષાનું ગત તા.9ના રોજ ઓનલાઇન પરિણામ જાહેર કર્યા બાદ આગામી તા.15ના રોજ તમામ પરિણામ સાથે બોર્ડના પ્રતિનિધિ આવશે અને તા.16ના રોજ તમામ વિદ્યાર્થીઓને પરિણામપત્ર વિતરણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ કરવામાં આવ્યો છે.