મોરબી : મોરબીમાં આજે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે અનેક વૃક્ષોને નુકસાન કર્યું છે. શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પાસે પુજારા શો રૂમની સામે એક કાર માથે વૃક્ષ પડ્યું હતું. જેના લીધે થોડા સમય માટે એક સાઈડનો રોડ બંધ થઈ ગયો હતો. ઉપરાંત ટ્રાફિક જામ પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ મોરબીમાં ભારે વરસાદના કારણે શનાળા રોડ સહિત ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.