સિરામિક ઝોનમાં તેજ પવનની આંધીથી ધૂળની ડમરીઓ ઊડી મોરબી : મોરબીમાં આજે સોમવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે તેજ પવનની આંધી ફૂકાઇ હતી. અને અમુક વિસ્તારોમા વરસાદ પણ પડ્યો હતો. મોરબીનાં સિરામિક ઝોનમાં વાવાઝોડા સમાન તેજ પવનની આંધીથી અમુક સિરામિક કંપનીના શેડના પતરા ઊડી ગયા હતા.આ આંધીમાં નવાગામ રોડ પર આવેલી પેપર મિલના શેડના પતરા ઉડ્યા હતા. તેમજ માટેલ રોડ, સરતાનપર રોડ, પાનેલી રોડ, હળવદ રોડ સહિતના સિરામિક ઝોનમાં તેજ પવન ફુંકાવાનાં કારણે અમુક કારખાનામાં પતરા ઉડયાનાં સમાચાર મળી રહ્યા છે.