મોરબી : મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓના લોકો માટે વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા પરિવાર દ્વારા ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ મોરબી ખાતે આગામી તારીખ 18ના રોજ સાંજે 4 થી 7 અને તારીખ 19ના રોજ સવારે 9 થી 12ના સમય દરમ્યાન માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પમાં દાતા તરીકે સ્વ. શાંતાબેન ઉમાશંકર દોશી પરિવાર અને સરોજબેન પ્રફુલભાઇ દોશી પરિવાર તેમજ સ્વ. રેશ્માબેન અને સ્વ. રીતેશભાઈ દોશી તરફથી મેહુલભાઈ પ્રફુલભાઇ દોશી દ્વારા યોજવામાં આવશે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ર્ડો. વિક્રમભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરાને મોં. 9537099219 પર પહેલાથી નોંધાવી પોતાના કેસના પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહ દ્વારા જણાવાયું છે.