મોરબી : મોરબીમાં સાંજથી ભારે પવન અને વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. ત્યારે નાગનાથ શેરી અને દરબાર ગઢ રોડ પર પીપળો ધરાશાયી થતા શેરીઓ બંધ થઇ ગઈ છે. આ સાથે ત્યાં વીજળીના તાર પણ તૂટી જતા વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો છે.