હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે પસાર થતી નર્મદા કેનાલમાથી પાણી લેવા માટે રાખવામાં આવેલ રૂપિયા 15 હજારની ત્રણ ઇલેક્ટ્રિક મોટર કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા બનાવ અંગે મેરૂપર ગામના ખેડૂત મહિપતસિંહ દિલીપસિંહ ખેર નામના ખેડૂતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.