મોરબી : ગત તારીખ 5મેના રોજ મોરબીમાં મ.ક.સ.સુ.દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ ભવગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનામાં દિવંગત થયેલા જ્ઞાતિજનોના મોક્ષાર્થે યોજાયેલી સત્યનારાયણ ભગવાનની કથામાં દિવંગતોના પરિવારજનો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.જ્ઞાતિ ગોર જશુ મહારાજ તથા કલ્પેશ મહારાજે તેમની ટીમ સાથે કથાનું દિવ્ય રસપાન કરાવ્યું હતું. ગીરીશભાઈ પીઠડીયાએ તેમના સાંજીદાઓ સાથે ભજન-કિર્તનની રમઝટ બોલાવીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોને રસબોળ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભાવિનભાઈ ધામેચા અને દિશાબેન ધામેચાએ કર્યું હતું.જ્ઞાતિ-ટ્રસ્ટના આમંત્રણને માન આપીને રાજકોટ જ્ઞાતિ-ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ ગોહેલ તથા ટ્રસ્ટી મંડળ તથા જામનગર જ્ઞાતિ-ટ્રસ્ટ (ગામડા વાળા) ના પ્રમુખ મયુરભાઈ ટંકારીયા અને ટ્રસ્ટીગણ તથા જામનગર જ્ઞાતિ-ટ્રસ્ટ (તળપદ)ના ઉપપ્રમુખ ભરતભાઇ ગોહિલ અને ટ્રસ્ટીગણ તથા ધ્રોલ જ્ઞાતિ-ટ્રસ્ટ ના ઉપપ્રમુખ નિકુંજભાઈ પીઠડીયા અને ટ્રસ્ટીગણ તથા થ્રી સ્ટાર ગૃપ- રાજકોટના દિનેશભાઈ ટંકારીયા, દિલીપભાઈ પીઠડીયા તથા ઉપલા કાંઠા- રાજકોટ ગૃપના ઉતમભાઈ સાંચલા, હિતેશભાઈ ગોહેલ તથા તેમની ટીમના સભ્યો વગેરેએ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટ પ્રમુખ દિપકભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કરી જ્ઞાતિ ટ્રસ્ટી મંડળની વિવિધ સિદ્ધિઓ અંગે જાણકારી આપી હતી અને સાથે મોરબી- જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા દિવંગતોના પરિવારજનો, જ્ઞાતિ ગોર કલ્પેશભાઈ મહારાજ તેમજ આમંત્રિત મહેમાનોને ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજનમાં જ્ઞાતિ-ટ્રસ્ટના દિપકભાઈ રાઠોડ (પ્રમુખ), નિયોગભાઈ રાઠોડ (ઉપપ્રમુખ), જે.કે.સાંચલા(ખજાનચી), અજયભાઈ ચૌહાણ (મંત્રી), જતીનભાઈ સોલંકી (સહ મંત્રી), કારોબારી સભ્યો કૌશિકભાઈ પરમાર, ડાયાભાઈ ધામેચા, ભૂપતભાઈ ધામેચા, દિલીપભાઈ ધામેચા, પરેશભાઈ પીઠડીયા, પરેશભાઈ સોલંકી તેમજ જ્ઞાતિના યુવા કાર્યકર મિત્રોએ જહેમત ઉઠાવી હતી.