મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ ઉજવાયો હતો. મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કુમારીકા ભોજન, બ્રહ્મ ભોજન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહા આરતી વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહેન્દ્રનગર તેમજ મોરબી સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પાટોત્સવની ઉજવણી કરી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું હતું.