મોરબી : મોરબીના પંચાસર રોડ, કેનાલ રોડ પર આવેલા સંગાથ પેલેસ-2 ખાતે આવતીકાલે તારીખ 14 મે ને મંગળવારના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડાશે. રાજેશભાઈ કાનજીભાઈ પડસુંબિયા દ્વારા આ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં કલાકાર મિલન કાકડીયા, ભુટો ભરવાડ, ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકારો રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે.